કોણ છે વાઝમા આયુબી? જાણો શા માટે વર્લ્ડ કપમાં ચર્ચામાં છે આ અફઘાન ફેન ગર્લ – TV9 Gujarati

ભારતીય ક્રિકેટ ટીમનો ચાલી રહેલા વર્લ્ડ કપમાં પોતાનો દબદબો રહ્યો છે. ભારતે પહેલા લીગ મેચોમાં અને પછી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી. રોહિત એન્ડ કંપનીની જીતની ખુશી વચ્ચે અચાનક જ બધાનું ધ્યાન અફઘાન ફેન વાઝમા આયુબી તરફ ગયું, જે પોતાની સ્ટાઈલથી લાખો લોકોના દિલ જીતી રહી છે. તેના સમર્થન અને મેચ માટેના અતૂટ ઉત્સાહે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. જેના કારણે ઘણા લોકો તેના ફેન બની ગયા છે અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ જાણવા ઉત્સુક છે. (Image: Social Media)
વાઝમા આયુબી દુબઈ સ્થિત એક બિઝનેસવુમન છે. વાઝમા આયુબીએ પોતાની ટીમને સપોર્ટ કરવા ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમને પણ સપોર્ટ કર્યો છે. તે ભારતના અગ્રણી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પણ ફેન બની ગઈ છે. (Image: Social Media)
એક્સ પર તેમની તાજેતરની પોસ્ટ્સ ભારતમાં તે છે તેનું સૂચવે છે. જ્યાં તે અફઘાનિસ્તાન ટીમ સાથે ઓડીઆઈ વર્લ્ડ કપ મેચોના ઉત્સાહમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ છે. તેનું સોશિયલ મીડિયા સ્ટેડિયમમાંથી તેના ઉત્સાહને કેપ્ચર કરતા વીડિયોથી ભરેલું છે. જે સ્ટેડિયમમાં તેના ઉત્સાહને કેપ્ચર કરે છે અને રોમાંચક મેચ દરમિયાન અફઘાન ખેલાડીઓને ઉત્સાહપૂર્વક સમર્થન કરે છે. (Image: Social Media)
વાઝમા આયુબીએ તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલ માટે મોહમ્મદ શમીને તેના નોંધપાત્ર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેને ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ પછી એક્સ પર લખ્યું છે કે ઓએમજી, 7 વિકેટ! શું પ્રભાવ અને શું ક્રિકેટર #મોહમ્મદ શામી, ટીમ ઈન્ડિયાને શુભેચ્છા. (Image: Social Media)
તેને લીગ સ્ટેજની મેચમાં ઈંગ્લેન્ડ સામે શમીના પ્રદર્શન પર પણ ખુશી વ્યક્ત કરી હતી, જ્યાં ઝડપી બોલરે ભારત તરફથી 4 વિકેટ લીધી હતી. તેને ટ્વીટ કર્યું કે ક્યા ખેલાડી હૈ શામી. એશિયા કપ 2023 દરમિયાન બાંગ્લાદેશ સામેની ભારતની મેચ પહેલા, વાઝમા આયુબીએ 2022 ટૂર્નામેન્ટ દરમિયાન વિરાટ કોહલી દ્વારા પહેરવામાં આવેલી જર્સી પહેરી હતી. તસવીરો શેર કરતાં તેને લખ્યું છે કે “મારી મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે મેં જે જર્સી પહેરી છે તે એશિયા કપમાં ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન મેચમાં કિંગ વિરાટ કોહલીએ પોતે પહેરી હતી. તેના પર તેની સહી પણ છે.” (Image: Social Media)

source

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Join Whatsapp Group!
Scan the code